Mane Vesh Shraman No Maljo Re







મને વેષ શ્રમણનો મળજો રે, મને વેષ શ્રમણનો મળજો, મમતા મોટાઈ મોહ માયાનાં, બંધન ટળજો, મને. ૧ પંચ મહાવ્રત પાળું પાવન, નિર્દોષ ને નિષ્કલંક, સમતામાં લયલીન રહેવું, સરખા રાય ને શંક, મારો સાદ પ્રભુ સાંભળજો રે મારો સાદ પ્રભુ સાંભળજો, મને. ૨ આઠ પહોરની સાધના કાજે, વહેલી પરોઢે જાગું, શ્વાસો લેવા માટે પણ હું, ગુરુની આજ્ઞા માંગું, આંખ ઈર્યાસમિતિ ઢળજો રે, આંખ ઈર્યાસમિતિ ઢળજો, મને. ૩ સૂત્ર અર્થ ને સ્વાધ્યાય સાધી, શાસ્ત્રો સઘળાં વાંચું, જિનવાણીનાં પરમ રહસ્યો, પામી અંતર રાચું, અજ્ઞાન બધું મુજ ટળજો રે અજ્ઞાન બધું મુજ ટળજો, મને. ૪ આહારમાં રસ હોય ન કોઈ, ઘરઘર ગોચરી ભમવું, ગામોગામ વિહરતા રહેવું કષ્ટ અવિરત ખમવું, મારાં પાપ પુરાણાં બળજો રે મારાં પાપ પુરાણાં બળજો, મને. પ આજીવન અણિશુદ્ધ રહીને, પામું અંતિમ મંગલ, સાધી સમાધિ પરલોક પંથે, આતમ ચાલે અવિચલ, મારી સદ્ભાવનાઓ ફળજો રે મારી સદ્ભાવનાઓ ફલજો, મને. ૬






The Orchard Music (on behalf of Dharmadisha), and 1 Music Rights Societies
Song by Piyush Shah
Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :