ZARMAR
સીધા પ્રભુ મુજ કાજ રાબળા આપ દર્શન યોગથી, મંગલ બન્યો દિન આજ મારો આય પ્રેમ પ્રયોગ થી, પરતી હ્રદયની ના! મારી આપ શરણે ઉપશમી રત્નત્રયી વરદાન માંગું નાથ! તુજ ચરણે નમી.....
નિરુઆ ગુણો તુજ કેટલા ગુણાસાગરો ઓછા પડે. રૂપ લાવણ્ય તારું કેટલું રૂપ સાગરો પાછળ પડે, છે. સામાર્થ્ય એવું અજોડ છે સહુ શક્તિઓ ઝાંખી પડે, તારા ગુણાનુવાદમાં મા શારદા પાછી પડે.....
.. રીતમીલ થતા દિપક તણા અજવાસના પડદા પર, હસ્પલ અને હરક્ષણ પ્રભુ તુ નવ નવા રૂર્યા ઘરે તે વિશ્વમોહન નિરખતા અનિર્મય નથન આપને, ત્રણ જગત ન્યોછાવર કરું તારી ઉપર પાનું મને..
મુજ હ્રદયનાં ધબકારમાં તારું રટણ ચાલી રહો, મુજ ઘાસને ઉચ્છવાસમાં તારું સ્મરણ ચાલી રહી, મુજ નેત્રની હર પત્રકમાં તારું જ તેજ રમી રહે ને જિંદગીની હ૨ પર્ણોમાં પ્રાણ તુંહી મુજ બની રહો...
ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા,
નીચે તૌ ના હર્ષ કિંતુ સદ્વિચાર રહો સદા,
સૌંદર્ય દેહ ના રહો પણ શીલકાર રહો સદા,
મુજ સ્મરણમાં તે નાથ! તુજ પરોપકાર રહો સદા...
સુખ દુઃખ સકલ વીસરું વી! એવી મળે. ભક્તિ મને, સૌને કરું શાસન રસી એવી મળો શક્તિ મને, સંકલેશે અગન બુઝાવતી મળજો અભિવ્યક્તિ મને, મનને પ્રસન્ન બનાવતી મળી અનાસક્તિ મને.......
. મળજો મને જનમો જનમ બસ આપની સંગત પ્રભુ, ફૈલાય મારા જીવનમાં તુજ ભક્તિની રંગત પ્રભુ! તુજ સ્મરણ ભીનો વાયરો મુજ આસપાસ વર્ષો સદા,
મુજ અંગે અંગે નાથ તુજ ગુણમય સુવાસ વધો સદા...
હું કદી ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભારજે, હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તુ મને ઉગાર‰, હું વસ્યો છું રાગમાં ને તે વસે વૈરાગ્યમાં, આ રાગમાં ડુબેલને ભવ પાર ત ઉતારજે......
આરાધનાની ગાંઠ સરકી જાય ના જા જે પ્રભુ! મુજ ભાવનાનો સ્ત્રોત હકી જાય ના છે જે પ્રભુ! મુજ વાસના કયારા મહીં રોપું પ્રભુ! તુજ નામને, હે મોગામી બીજ બગડી જાય ના જો જે પ્રભુ!...
છે કાળ બહુ બિહામણો ને પાર નહી કુનિમિત્તની છે સત્વ મારું પાંગળુ આધાર એક જંગ મિત્ત્તનો, સ્વીકાર છે તુજ પંચનો ખસ તાહરા વિશ્વાસથી, હે નાથ યોગક્ષેમ કરજે સર્વદા મી. પાસવી....
સંતપ્ત આ સંસારમાં કરુણાની જલધારા તમે, ચદાં તમે સૂરજ તમે તપતંજઘર તારા તમે, સહુ જીવથી ન્યારા તમે સહુ જીવના પ્યારા તમે, હે નાથ ! હૈયુ દઈ દીધુ હવે આજથી મારા તમે.......
મુજ પુષ્પની પુષ્ટિ તમે સંકલ્પની મુષ્ટિ તમે,
ભવ ગ્રીષ્મ તાપે તપ્ત જીવો પર અમીવૃષ્ટિ તમે,
આ વિશ્વની હસ્તી તમે મુજ મનતણી મસ્તી તમે,
મુજ નેત્રની દૃષ્ટિ તમે મુજ સ્વપ્નની સૃષ્ટિ તમે.....
હર્ષે ભર્યા હૈયા તમે ગુણપ્રીતના સૈયા તમે, શુભ જીવનકેરી સાધનાના રચતણા પૈયા તમે, દોષોતણા વનમાં ભમતાના છો રખવૈયા તમે, ભવસાગરે નૈયા તમે, અમ બાળની મૈયા તમે
*
નિષ્કારણે ભ્રાતા તમે સંકટ થકી માતા તમે, મહા પંથના દાતા તમે, મહારોગમાં સાના તમે, જેનું ન થાતુ કોઈ જંગમાં તેહના થાતા તમે, શું કહું સંપૂર્ણ પટ્ટાઓ તણી માતા તમે...
"
ઔચિત્ય કેરું કદ તમે જીવો પ્રતિ ગદ્ગદ તમે, સર્વોચ્ય ધરિયું પદ તમે વળી તેહમાં નિર્મદ તમે, કરુણામહીં બેહદ તમે શુભતા તણી સરહદ તમે, આતમતણા દુઃસાઘ્ય આ ભવ રોગનું ઔષધ તમે...
જયાં કાર્ય કોઈ અટકી પડે ત્યાં કાર્યસાધક પળ તમે, છો નિર્બળોનું બળ તમે સંકટ સમય સાંકળ તમે, બની વૃક્ષ લીલાછમ તમારા આંગણે ઊભા અમે, બસ દર્શને ભીનું બને મન એહવું ઝાકળ તમે....
કરુણા મહાદેવી તણા સોહામણા નંદન તમે, સંસારર્કરા રણ મહી આનંદની છો પણ તમે, કષાય કેરી ઉગ્રતાએ પ્રજવળતા ચૈતન્યને, બસ નામ લેતાં ઠારનું પ્રભુ એહવું ચંદન તમે...
માર્ગસ્થ જીવો કાજ ભવનિસ્તારણું તરણું તમે, અધ્યાત્મના ગુણ બાગમાં મન મોહતું હરણું તમે, મુજ પુણ્યનું ભરણું તમે મુજ પ્રેમનું ઝરણું તમે, આ વિશ્વના ચોગાનમાં છો શાૠતુ શરણું તમે.....
આ જગતના કે ભૂપના પણ રૂપ જાં પાછા પડે, દેવો તાણા અધિરાજના તનતેજ જયાં ઝાંખા પડે, રૂપ યુક્ત રાગે મુક્ત પ્રભુવર! એક વિનતી સાંભળો, હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો.....
તીર્થો તણી પી તણી લજ્જા પ્રભુ મેં ઘરી નથી, શુભ યોગ ને સ્પશ્યાં છતા શુભતા મેં મનમાં ઘરી નથી, કેવળ ક્રિયાઓ કરી રહ્યો હવે તેનું ફળ આપજો, હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો.....
તવ દર્શ કેરૂ સ્પર્શ કેરૂ નિમીત્ત લઈ અતી નિર્મળુ, નથી છૂટતી આ પાપ-ગ્રંથી કેમ કરી પાછો વળે, આ જીવ કેરી અવદશા ને કૃપાળુ દેવ નિવારજો, હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો......
ઉપસર્ગ કરનારા જીવોને પણ ક્ષમા પ્રભુ દઈ દીધી, આસક્ત ને વૈરાગ્ય કેરી સ્પર્શના પ્રભુ દઈ દીધી, સ્તવના કરી ને પાચતા આ બાળનું મન રાખજો હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપી.....
મનના મલીન વિચાર નો કોઈ અંત દેખાતો નથી, કાયા તણી શુભ કરણીનો કાંઈ અર્થ દેખાતો નથી, હવે એક ઔષધ આપ તારક પ્રાર્થના અવધારજો હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો.....
તવ નયન માંથી નિખરતા નિર્મળ કિરણ ઝીલ્યા કરું, ને નિર્વિકારદશા તણો હરપળ પ્રભુ ! અનુભવ કરું, મુજને કરાવી શુધ્ધિનું મહાસ્નાન પછી શણગાર, હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો......
શાસ્ત્રો કરે રૂપ વર્ણના પ્રભુરૂપ જોવા ના મળે, વાણીનણાં સુગુણો સુક્ષ્મા પ્રભુ વાણી સુણવા ન મળે, ઐશ્વર્ય ગુણને જ્ઞાન સંપદ પૈખવા વિલસી રહ્યું, પ્રભુને નીરખવા ભાવ નિક્ષેપે હ્રદય તલસી રહ્યું...
મળી હોત નહી જો આંખ તો દુઃખ એટલું લેખાય ના, અથવા જો પાંખો હોત તો તુજ દર્શ દરે થાય ના, આંખો મળી પાંખો નથી પ્રભુ! શું કરું સમજાય ના, કાં વૃષ્ટિ થ્રો કાં શક્તિ ઘો ક્ષણ એક હવે રહેવાય ના...
દેવો ગણા પ્રભુ આપ કેરી સેવના કરતા રહે, નિરમી પ્રભુ સમવસરણમ્ કઈ જીવસહ ઠરતા રહે, મરતો રહે ઝરતો રહે નિરખ કદા સીમંધરો કોઈ દેવ મારી આરજ કાને ધરો કાને ધરો...
*પ્રાતઃ સમય હું જાગતો ને સ્મરણ કરતો આપનું, કરતો પ્રતીક્રમણા મહી મેં ચૈત્બવંદન આપનું, મુજ રોમે–રોમે નાદ ગુંજે સ્વામી સીમંધર તણો, હર પળ મહી હર સ્થળ મહી સથવાર સીમંધર તણો..
નહી વાર ઝાઝી લાગી હવે આપ ભેટણ કાજ માં કરશે પ્રતીક્ષા થોડલી પછી આવીશ તુમ રાજ માં ઘરી જન્મ વર્ષા અષ્ટનો થઈ આપ જગતારક કને દીક્ષા લઈ કરી આપ સેવા મુક્ત બનુ ધાતુ મને....
છે. એક વીતિ નાથ મારી કાન માં અવધારજે, પ્રત્યેક અાર પ્રાર્થના ના હ્રદયમાં કંડારજે, શાક્ષાત કે સ્વપ્ને દઈ દર્શન પ્રભુ મને ઠારજે, હૈયે જે ઉછળી ભાવધારા સતત તને વધારો...
કરી કલ્પના ઉદયંકરી કરી પ્રાર્થના ક્ષેમંકરી, મન માં ઉતારી શોસરી છવી આપની નથને મરી, નેત્રો તણા સઘળા પ્રદેશે આપ એવા વશી રહ્યા, કે નેત્ર માં નહી સ્થાન મળતા આસુઓ મુજ રડી રહ્યા....
સંસારની નિસારતા નિવારાની રમણીયતા
ક્ષણ-ક્ષણ રહે મારા સ્મરણ માં ધર્મની કરણીયતા,
તારા સ્તવન ગા મેશા, વચન મુજ ઉલ્લસીત હો,
તારા વચન સુણવા હંમેશા થવા મુજ ઉલ્લસીન હો,
સંસારની નિસારતા નિર્વાણની રમણીયતા ક્ષણ-ક્ષણ રહે મારા સ્મરણ માં ધર્મની કરણીયતા, સમયક્ત્વની જયોતિ હૃદયમાં જળહળે શ્રેયંસકરી, પ્રભુ આટલુ તો આજ ભવે દે જે મને કરૂણા કરી...
સવી જીવ કરૂં શાસન રસી આ ભાવના હૈયે રહો, કરૂણા ઝરણમાં રાતદીન હું જીવનભર વહેતો રહે, શ્રૃગાંર સંયમનો સ∞ ઝંખુ સદા શીવ સુન્દરી, પ્રભુ આટલુ તો આજ ભવે દે જે મને કરૂણા કરી...
ગુણીજન વિશે પ્રિતી ધરુ નિર્ગુણ વીશે માધ્યસ્થતા, આપત્તી હો સંપતિ હો રાખુ હૃદયમાં સ્વસ્થતા, સુખમાં રહે વૈરાગ્યથી દુઃખમાં રહું સમતા ધરી, પ્રભુ આટલુ તો આજ ભવે દે જે મને કરૂણા કરી...
સંકટ ભલે ઘેરાય ને વેરાય કંટક પંથમાં, શ્રદ્ધા રહો મારી સદા જીનરાજ આગમગ્રંથમાં, પ્રત્યેક પળ પ્રત્યેક સ્થળ હૈયે રહે તુજ હાજરી, પ્રભુ આટલુ તો આજ ભવે કે જે મને કરૂણા કરી...
તારા સ્તવન ગાવા હંમેશા, વચન મુજ ઉલ્લસીત હો, તારા વચન સુણવા હંમેશા શ્રવણ મુજ ઉલ્લસીત હો, તુજ ને નીરખવા આંખ મારી રહે હંમેશા બહાવરી, પ્રભુ આટલું તો આજ મવે દે જે મને કરૂણા કરી...
સંસાર સુખના સાધનોથી સતત હું ડરતો રહું, ધરતો રહે તુજ ધ્યાનને આંતર વ્યથા હરતો રહું, કરતો રહે દીનરાત બસ તારા ચરણની ચાકરી, પ્રભુ આટલુ તો આજ ભવે કે જે મને કરૂણા કરી...
ધર્મે દિધેલા ધન સ્વજન ધર્મને ચરણે ધરું, શ્રીધર્મનો ઉપકાર હું કયારેય પણ ના વિસરૂ, હો ધર્મમય મુજ જિંદગી હો ધર્મમય પળ આખરી, પ્રભુ આટલુ તો આજ ભવે દે જે મને કરૂણા કરી...
મનમાં સ્મૃતિ મૂર્તિ નયનમાં વચનમાં સ્તવના રહે, મુજ રક્તના હર બુંદમા જિનરાજ તુજ આશા વહે, પહોંચાડશે મોક્ષે મને, જિનઘર્મ એવી ખાતરી, પ્રભુ આટલું તો આજ ભલે દે જે મને કરૂણા કરી...
Zarmar by Piyush Shah
Samvedna By Urvil Vakhariya
shree samkit yuvak mandal borivali