He neminath jinendra mari






ગિરનારગિરિ પાવન કર્યો મહિમા અને ગરિમા વડે! ભાોરોલને ભાસિત કર્યો પ્રભુતા અને પ્રતિભા વડે! મુજ હૃદયને સદ્ભાવ ને સદ્ગુણ વડે શણગારજો! હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!(૧)

મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી

રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસેન્યની રક્ષા કરી

બસ આ રીતે હે નાથ! આંતરશત્રુ મુજ સંહારજો!

હે નેમિનાથ!(૨)

શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી ત્યારેય અંતરમાં તમારા કામજ્વર આવ્યો નથી! હે કામવિજયી! નાથ! મારો કામરોગ નિવારજો!

હે નેમિનાથ !(૩) રાજીમતી ભૂલી ગઇ તે સ્નેહ સંભાર્યો તમે! રાજીમતીનો વણકો આત્મા પ્રભુ! તાર્યો તમે! હું રોજ સંભારું, મને ક્યારેક તો સંભારજો!

હે નેમિનાથ!(૪)


પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ! ઉદ્ધર્યા દીક્ષા લઇ કેવલ વરી બહુને તમે પ્રભુ! ઉર્યા

મારી વિનવણી છે હવે મુજને પ્રભુ! ઉદ્ધારજો! હે નેમિનાથ !(૫) સ્વામી! તમે સેવકજનો તાર્યા બહુ તેથી કહું આ દુ:ખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ! હું

વિનતિ કરું છું, કરગરું છું, નાથ! મુજને તારજો! હે નેમિનાથ!(૬)

શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળીયામણું! મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સોહામણું! આ સર્વ અંતિમ સમયમાં મુજ નયનમાં અવતારજો! હે નેમિનાથ!(૭)

હે નાથ! તૃષ્ણા અગ્નિએ જન્મોજનમ બાળ્યો મને નેહાળ નયનોમાં ડૂબાડી પ્રભુ! તમે હાર્યો મને! છે ઝંખના બસ એક કે મુજને ભવોભવ ઠારજો! હે નેમિનાથ !(૮)

તમને પ્રભુ! પામી પળે પળ પરમશાતા અનુભવું! હે નાથ! તમને છોડીને બીજે નથી મારે જવું! મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો! હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો !(૯)

Stuti by Prashant Shah (Dikubhai)
Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :