Vhala Aadinath
વ્હાલા આદિનાથ મેં તો પછ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો ... વ્હાલા આદિનાથ હો.. આવ્યો તુમ પાસ લઈ મુગતી ની આશ, મને કરશો ના નિરાશ હો... વ્હાલા આદિનાથ હો..
તારા દર્શનથી મારા નયનો ઠરે છે,
રોમે રોમ આ મારા પુલકીત બને છે...(ર) ભવોભવનો મારો ઉતરે છે થાક,
હું તો પામું હળવાશ હો... વ્હાલા આદિનાથ હો. [૧]
તારી વાણીથી મારું મનડું ઠરે છે, કર્મવર્ગણા મારી ક્ષણક્ષણ ખરે છે. (૨)
કરી જાય છે મારા કષાયોની આગ,
છુટે રાગ દ્વેષની ગાંઠ હો ... વ્હાલા આદિનાથ હો. [૨]
તારી આજ્ઞાથી મારુ હૈયું હરે છે, તુજ પંથે આગળ વધવા સત્વ મળે છે.. (૨)
ટળી જાય છે મારો મોહ અંધકાર, ખીલે જ્ઞાન અજવાશ હો … વ્હાલા આદિનાથ હો,. [૩]
તારુ શાસન પામીને આતમ હરે છે
મોક્ષ મારગમાં એતો સ્થિર બને છે...(૨)
મળ્યો તારો માર્ગ મારા કેવા સદ્ભાગ, મારા કેવા ધન્યભાગ.... વ્હાલા આદિનાથ હો..
મળ્યો જિનમાર્ગ મારા કેવા સદ્ભાગ,
મારા કેવા ધન્યભાગ ... વ્હાલા આદિનાથ હો, . [૪]
✦ Album: Wahla Aadinath
✦ Singer: Bharti Gada
✦ Lyrics: Bharti Gada
✦ Music: Prashant Parmar