Ek Vitrag
એક વીતરાગ (૨) આ જગત માંહી સાચા છે
ના બીજા કોઈ (૨) માત્ર એ જ તારણહારા છે
જગથી એ નિરાળા છે... એક વીતરાગ
રાગ ના સ્પર્શે, જેને દ્વેષ ના સ્પર્શે ને મોહ સ્પર્શે નહિ... (૨)
એ જ કારણથી (૨) વીતરાગ એ કહેવાયા છે (૩)... જગથી.... ૧
રંગ ના સ્પર્શે જેને રૂપ ના સ્પર્શે, વિકારો સ્પર્શે નહિ.. હો (૨)
એ જ કારણથી (૨) નિર્વિકારી એ કહેવાયા છે (૩).....૨
ત્રણ કાળને જાણે, લોકાલોકને જાણે, સહુ જીવના ભાવને જાણે
એ જ કારણથી (૨) સર્વજ્ઞ કહેવાયા છે ........
તીર્થને સ્થાપે, શાસન રૂડું સ્થાપે વળી મોક્ષમાર્ગને સ્થાપે એજ કારણથી (૨) તીર્થંકર એ કહેવાયા છે....૪
દેવતા પૂજે, દેવેન્દ્રો પણ પૂજે, નરેન્દ્રો પૂજતાં જેને... એ જ કારણથી (૨) દેવાધિદેવ એ કહેવાયા છે ….૫
✦ Album: Chhe Mujne Tamanna
✦ Singer: Bharti Gada
✦ Lyrics: Bharti Gada
✦ Music: Prashant Parmar