Papan Pathri Karu Pratiksha AATMODDHAR
પાંપણ પાથરી કરું પ્રતિક્ષા, દિક્ષા લેવાને કાજ નાની ઉંમરે સંસાર છોડું, સમજણ આવી આજ સુંદર આ દીક્ષા જીવન, મળશે ક્યારે સંયમ (૨) પાંપણ પાથરી...
સંસાર સાગર ઘોર અપાર, આવે નહીં એનો પાર મુરખ બની ફરીયો અહીંયા, ડુબ્યો છું હું વારંવાર કરૂછું હવે વિચાર, ક્યારે વરૂશિવના૨ (૨) પાંપણ પાથરી...
કાચી પળોમાં જીવન જાસે, નથી કોઈ આધાર સંયમ સાધી અનંત તર્યા, આનંદ અપરંપાર ભાવ થશે સાકાર, પછી થશે નૈયા પાર (૨) પાંપણ પાથરી...
રાગ-દ્વેષથી બંધાય કર્મો, દુઃખ એનું ચિક્કાર સમભાવથી ભાવિત થઈ, કરવો છે આત્મોદ્વાર તવ આજ્ઞા જ આધાર, કરવો સંયમ સત્કાર (૨) પાંપણ પાથરી...
કેશનું લંચન નિર્દોષ ગોચરી, ખુલ્લા પગે વિહાર કષ્ટો ઉત્તમ સહી સહીને સફળ કરૂં અવતાર ભવથી થવાને પા૨, કરૂસંયમનો સ્વીકાર (૨) પાંપણ પાથરી...
અનાચાર થી દુર રહેવા, ધારવા પંચાચાર
‘જયન્ત’ ગુરૂના સાનિધ્યમાં, ભણું જિનાગમસાર ભવસાગરના સથવા૨, પ્રભુ બનશે ભવ દાતાર (૨) પાંપણ પાથરી...