Uncha Ambar Thi Aavo Ne Prabhuji
ઉંચા અંબરથી આવોને પ્રભુજી
..(૨)
દર્શન કરવાને તલશે આંખડી રૂમઝુમ રૂમઝુમ આવોને પ્રભુજી...(૨)
...(૨)...ઓ...ઓ...
રાહ જુવે છે મારી આંખડી ...(ર)...ઓ...ઓ.... દર્શન કરવાને... ઉંચા અંબરથી (૨)
સુરજને ચાંદલાને, દીવડા પ્રગટાવ્યા ટમટમતા તારલાને, રસ્તે બિછાવ્યા ઉભો અધિર હું તો જોઉ વાટલડી ...(2)
આવોને નયનમાંથી, અમીરસ વરસાવજો ...(૨) કાપો ને કર્મો મારા, ભક્તિ સ્વીકારજો...(૨) ...(2)
મુખલડુ જોવા હું તો થયો રે ઉતાવળો
ભક્તિના ભાવથી, નમન કરતાં મસ્તક અમારૂ તારા, ચરણોમાં ધરતાં તુમ સંગ કરતાં, કહેવે બાતલડી