Ava Saiyam Ne Salam Re
પ્રભુથી પરિચય.. પ્રભુથી પરિનય..(૨) રેહવું જ્યાં સદા પ્રભુ મય.. એવાં સંયમ ને સલામ રે.. એવાં પરમ ને પ્રણામ રે..(૨)
જેના રોમરોમથી રોમરોમથી રોમરોમથી રોમરોમથી.. જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા...
એવાં સંયમ ને સલામ રે.. એવાં પરમ ને પ્રણામ રે..(૨)
સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છોડીને દીક્ષાની ભિક્ષા માંગી..{૨} એવાં સંયમ ને સલામ રે.. એવાં પરમ ને પ્રણામ રે..(૨)
ના સંગ કરે કદી નારીનો ના અંગોપાંગ નિહાળે, જો જરુર પડે તો વાત કરે પણ નયનો નીચા ઢાળે..{૨} મનથી વાણીથી કાયાથી વ્રતનું પાલન કરનારા..(૨)
એવાં સંયમ ને સલામ રે.. જેના રોમરોમથી.. એવાં પરમ ને પ્રણામ રે.. ત્યાગ અને સંયમની.. એવાં સંયમ ને સલામ રે.. વિલસે ધારા.. એવાં પરમ ને પ્રણામ રે.. આ છે અણગાર અમારા..
વંદન વંદન કરું વંદન જય જય અણગારા..(૨)
એવાં સંયમ ને સલામ રે.. એવાં પરમ ને પ્રણામ રે..(૨)
ધન્ય તે મુનિવરા રે જે જિન આણા પાળે.. રાગ દ્વેષ ને દૂર કરીને આતમ સુધી સાધે.. એવાં સંયમ ને સલામ રે.. એવાં પરમ ને પ્રણામ રે..(૨)
આ છે અણગાર અમારા.. વૈરાગી ને વંદન..વૈરાગી ને વંદન {૫}
આ છે અણગાર અમારા.. એવાં સંયમ ને સલામ રે.. એવાં પરમ ને પ્રણામ રે {૨} રે
Eva Saiyam Ne Salam Re!
Concept, Modified - Additional Lyrics & Direction : Jainam Sanghvi
Singers : Jainam Varia & Pruthvi Powar
Composition : Prashant Parmar, Jainam Varia & Pruthvi Powar
Music : Prashant Parmar