Saiba Mane Taro Re (Cover)
સુખ ની માટે દોડ માંડી, સંસારનો લીધો ભારો, દુખ વિના કશું ના મળ્યુ રે, ભરમ તૂટ્યો છે મારો, ઘોર અંધારે દેખાય છે, એક સીતારો મધમધતો મારગ ક્યારે પામું હું તારો...
સાહેબા મને તારો રે.. મને સંયમ દઈ ઉગારો..
ચક્રવર્તી રાજ પણ જે મારગડાને ઝંખે, સુખ નથી જે ષટ્યુંડ માં સંયમ માં તેને ઝંખે, સંયમ છે સમતા સાદગી પ્રેમનો દરીયો, ભવસાગર તરવો સ્વયમ જે પ્રભુએ તરીયો.. સાહેબા. ..
ઈંદ્રો પણ જેને પૂજતા ચારીત્ર તે પદ છે, ત્યાગ છે વૈરાગ્ય છે પણ આનંદ જ્યાં અનહદ છે, જીવન ના તડકે છાંયો સંયમનો દેજે, કર્મો સામે જંગ કરવા, પ્રભુ સાથે તૂ રેહજે..
Original song : KAALJA NO KATKO
Music composer : SACHIN & JIGAR.