Nandan Tane Vandan
યૌવન વયમાં....(૩) સુખ છોડનારા મહાન.. આ કાળ માં સાધુ થનારા મહાન... મહાન....આ કાળ માં...સાધુ થનારા મહાન...
વૈરાગ્ય વૈભવ, સમતા ના સુરો, રત્નત્રયી ના રંગો, ગુણો ની ગંગા, શુદ્ધિ ના શિખરો, તત્ત્વત્રયી તરંગો, કરુણા કંચન સાધના નું ધન, સંયમ ની ફોરમ શોભાવશે તારું જીવન...વંદન... વંદન તને વંદન, નંદન તને વંદન, વંદન તને વંદન...
સામેથી ચાલી, કષ્ટો સેહશે, કાયા ને બાળી, વિરતી માં વહેશે...(૨) સુખોને હવે અલવિદા કહેશે, પ્રભુ ને ભજી મસ્તી માં રહેશે, સેકવા ને જશે તું પોતાનું તન,
જીતવા ને જશે તું પોતાનું મન...વંદન...
વંદન તને વંદન, નંદન તને વંદન, વંદન તને વંદન...
રાજપથની વાતે જાએ, સંયમ ની સરગમ તું ગાએ, વંદન વંદન તને વંદન વંદન... નેમ અને રાજુલ ના પંથે, ઉચરે રે તું કરેમી ભંતે, વંદન વંદન તને વંદન વંદન... આત્મોદ્વાર કરનાર તને વંદન વંદન...
વિરતી ને વરનાર તને વંદન વંદન... મહાવ્રત ધરનાર તને વંદન વંદન...
વંદન વંદન તને વંદન વંદન....(૪) સંયમ ફોરમ તરફ તું માંડે કદમ... વંદન વંદન તને વંદન વંદન...