Tu Mane Bhagwan
વિરતિદાન, વિરતિદાન, વિરતિદાન, વિરતિદાન...
તું મને ભગવાન વિરતિદાન આપી દે, નવપદ માંહી પંચમ પદમા સ્થાન આપી દે..(૨)
હાલ જીવનમાં કાંઈ નથી પણ, ઈચ્છા એવી છે, એક દિવસતો મારે તારી દીક્ષા લેવી છે, દીક્ષાની ભિક્ષા આપી ને, માન રાખીલે... નવપદ માંહી....
તું મને.....
પંચમ પદ પામીને સ્વામી, કરૂ સાધના હું, મારા મનમાં ભાવી રહ્યો છું એવી ભાવના હું, એ સાધનાથી સિધ્ધિ પદનું, નિદાન આપી દે, નવપદ માંહી સિધ્ધિ પદમા સ્થાન આપી દે, તું મને..... નવપદ માંહી....
તું મને ભગવાન મુક્તિદાન આપી દે.. તું મને ભગવાન સિધ્ધિદાન આપી દે..
તું મને ભગવાન વિરતિદાન આપી દે.. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે..