Pyaro Re Ogho Pyaro Re
હે જિનરાયા... ધ્યાવુ તુજ પાયા... યાદ આવે તારી... સાધનાની છાયા...(૨)
તારો પ્રભુજી રે... જીવન જહાજ...
સાધનાની કેડીએ કષ્ટો ઘણા રે, સહન કર્યાં પ્રભુ તમે હસતા રે...(૨)
પ્યારો રે ઓઘો પ્યારો રે, આપો રે ઓઘો આપો રે...(૪) તારો પ્રભુજી રે... જીવન જહાજ... (૨) પ્યારો રે ઓઘો...(૬)
વિતરાગતાની મૂર્તિ તમે, બનાવજો સાધનાપુરુષ મને...(૨) કર્મો પર વિજય મેળવી કરું, આત્મોદ્ધારનો સાજ ધરું...(૨)
હો... હો... જય-જયકાર (૨) આત્મોદ્વારી નો જય-જયકાર (૨) સંસાર લાગે જેને અસાર, છોડતા ન કર્યો વિચાર... એના હ્રદયે આનંદ અપાર, આત્મોદ્વારીનો જય-જયકાર...
જીનશાસન મળ્યું, મહાપુણ્યે આજ... બનીશ વફાદાર, એની રક્ષાને કાજ... મળજો ભવોભવ મને, વીરનું શાસન... એના થકી થાય, જીવન પાવન...
હૃદયમાં છે બસ એક જ અવાજ, કેસરીયા રંગનો ધરીશ હું સાજ...(૨) ભમેડો ભાગ્યો ચારે ગતિનો, રંગડો લાગ્યો ચોલ મજીઠનો...(3) તારો પ્રભુજી રે... જીવન જહાજ...(૨) પ્યારો રે ઓઘો પ્યારો રે...(૪)
હો... હો... જય-જયકાર (૨) આત્મોદ્વારીનો જય-જયકાર...(૨)
પાળજો તમે શુદ્ધ આચાર, જયન્ત ગુરુ કરશે નિસ્તાર...
જીનાગમનો એક જ સાર, સંયમ વિના નહી ઉદ્ભાર...
મળીયો રે... મળીયો રે... ઓઘો મુજને મળીયો રે...
ફળિયો રે... ફળિયો રે... માનવભવ મારો ફળિયો રે... મળીયો રે... મળીયો રે... ઓઘો મુજને મળીયો રે... (૨)