Siddhachal Bolave Chhe
Siddhachal Bolave Che
LYRICS: Jayshree ben Kothari
Singer: Manan Sanghvi
Music: Jainam Mehta
Graphics : Shrey Sanghvi
Special thanks :Satva Shah
શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ પ્રસંગે :
શ્રી સીમંદર નિજ મુખે, જેનો મહિમા ગાવે છે,
સૂરજ – ચાંદ ને તારલિયા,નિશદિન શીશ નમાવે છે ,
રિમ્ ઝિમ્ રિમ્ ઝિમ્ જલધારા, સંદેશો એ લાવે છે ,
સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે….
લીલી લીલી કંદરા , કોયલ કેલિ કરે
ભક્તો ને દેખી અહીં , હૈયે રે હેલી ચઢે
ગિરિ ના સોપાને, ગિરિ ના ગુણગાને…..
ઝૂમી ઉઠે સૌના રે મન, અલબેલા એ આલાપો ,અંતરને ડોલાવે છે… સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે….
ધર્મ મહા "યુગ" માં, મન ને 'શાંતા' મળે
"સંયમ" ના રંગ માં, આતમ 'કાંતિ' કરે
પ્રીતિ "પ્રશમ"ની, પ્રભુ વચનની....ઞૂમી ઉઠે સૌના રે મન……
જનમ જનમના પાપોની, જંજીરો તોડાવે છે… સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે…..
"વિપુલ" ભાવો ભરી, રહીએ ચોમાસું અહીં
જીવન નો 'જય' કરી ,
જાવું છે ભવથી તરી જન્મ સફળ ભયો, સિદ્ધિગિરી મળ્યો .....ઝુમી ઉઠે સૌના રે મન……
દૂર દૂરથી ઋષભજી, ભક્તો ને દોડાવે છે…. સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે…..
|| શાંતિ જિનેશ્વર સોળમા સોલ કષાય કરી અંત ;
તે તીર્થેશ્વર પ્રણમીયે ચાતુર્માસ રહંત ||
—————————————————
Original song credits
Song name - Kaun Tujhe
Singer - Palak Muchhal
Music - Amaal Malik
Produced by - T-Series