Rushabh Raja Mara
Song - Rushabh Raja Mara
Singer - Jainam Varia & Parshv Nagshetia
Lyrics Pujya Sadhviji bhagwant
Music - Jainam Mehta
Video - Prit Shah
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
આંખના મહેલમાં, શ્વાસની લહેરમાં
આપની જ વાતો શણગારી છે મેં
લાગણીના જલમાં, સાધનાની પળમાં
આપની જ વાતો શણગારી છે મેં
મારા જીવનની રંગોળીઓમાં રંગો ભર્યા છે તાહરા...
ઋષભરાજા માહરા... ત્રિભૂવનના સ્વામી વાહલા
ઋષભરાજા માહરા...........
ગિરિવરનો પ્રેમ તમે છો લિંચ તિર્થ નો પ્રેમ તમે છો
મારી પ્રભૂ રહેમ તમે..........
તું પાંપણોમાં પલકે છે તું સ્મિત થઈને મલકે છે
તું આંગીઓમાં ઝલકે છે તું આંસુઓમાં છલકે છે.
ગિરિવરનો પ્રેમ તમે છો મારી પ્રભુૂ રહેમ તમે
આસપાસ રણઝણતી હવાઓમાં તું જ છે
સ્પંદનોથી મઘમઘતિ દિશાઓમાં તું જ છે
રત્નોથી જળહળતી ગુફાઓમાં તુ જ છે
મારા દિલની પ્રીત તમે છો પ્રીત તણી રિત તમે.............
તુ છે મારા ભીના ભીના શ્વાસોમાં હરદમ
તુ છે મારા સુના સુના જીવનની સરગમ
તુ છે મારો ઋષભજી પ્રિયતમ......
તારો સંગ નિર્વિકારી છે તારે સંગ એક ખુમારી છે
તારે સંગ રાખજે મુજને તારો સંગ પ્રેમક્યારી છે
તારા જ નામે આ ધજા લહેરાય છે
તારા જ નામે આ શ્વાસો મહેકાય છે
તારી જ ચોતરફ મારી આરજુ વહે
સાધનાનું શિખર તમે છો માર્દવચરનની ડગર તમે.........
ऐन्द्रश्रेणिनतः श्रीमान्नन्दतान्नाभिनन्दनः ।
उद्दधार युगादो यो जगद्ज्ञानपङ्कतः।।