NEM MARI SAMU JUO
Lyrics - Vishva Shah
Singer - Vishva Shah
Music- J.D.Production (Darshan Shah)
video - Zeel Shah
Inspired by: " Samu Juo Ne Mari Samu Juo Ne "
Original Composition by: Paras gada
----------------------------------------------------------------------------------------------
Lyrics :- Nem Mari Samu Juo
નેમ તને ભેટીને કહેવું ઘણું છે
પણ તુજને જોતા શબ્દો ઠરે છે
હોઠ નહીં પણ આંખો કહે છે
શબ્દો નહીં પણ અશ્રું વહે છે
નેમ મારી એક અરજ સ્વીકાર જે
ગિરનાર બોલાવી મને રાજુલ સમ તારજે ...
અંજન વર્ણી તારી મૂર્તિ નિહાળતા
અશ્રું આ મારા ખળ ખળ વહેતા.
સામું જુઓ ને...
પક્ષાલની એ ધારા તારી
સંધ્યા સમયની આરતી એ તારી
અમાવસ ની એ રાત સોહામણી
અંબિકા મા દે પ્રદક્ષિણા આપની
હાથ મારો જાલી ભવ પાર ઉતારો
ભવ ભ્રમણ ના ફેરા ટાળો
પ્રીતમ મારો એક જ તું નેમી
મારે પણ જાવું છે રાહે હેમની....
નેમ બનાવો મને નેમ બનાવો
મોહ ખપાવી મને શ્રમણી બનાવો
વિરહ આ તારો ના રે સહેવાય નેમ
જલ્દી બોલાવ મને તારા રે દ્વારે નેમ
સામું જુઓ ને..