Saiyam Aapo

Lyrics ✒️- Yash Mehta

Voice? - Manan Sanghvi

Music? - Jimmy desai ( 7 hertz studio )

Cinematography ?- Chhabikruti Photo & Flims



lyrics -

ભવના ભ્રમણ માં ભટકી રહ્યો લાખ ચોરાશી

મોહ ના વશ મા ફસડી પડ્યો થયો વિનાશી


અતરંગી દુનિયા ની કેડી કાંટાળી

વસમી છે વાટ મને લેજો સંભાળી

વિનતિ છે મારી


સંયમ આપો સંયમ આપો

સંયમ આપો મને

ભવ થી તારો મને

સંયમ આપો મને


અંતરો..


મૃગજળ સમું સુખ છે અહીં

આભાસી એ હકીકત નહીં

મૃગજળ સમું જે સુખ છે અહીં હકીકત નહીં


મળશે કદી ના અહીંયા શ્વાસ નો તાળો

ટકશે કદી ના અહીંયા બાંધેલો માળો


જીવવું થોડું ને મનમાં શું લેવું

બધું આપણું એ ભરમ માં શું રહેવું

વિનતિ છે મારી


સંયમ આપો સંયમ આપો

સંયમ આપો મને

ભવ થી તારો મને

સંયમ આપો મને


ધૂન


કાળ ઝપાટા સૌ ને વાગે

યોગીજન ઝટ જાગે જી

નિજ આતમ ની સાધના કાજે

ધરતા મન વૈરાગે જી


પરસંગ છોડી નિજરંગ જોડી

જ્ઞાન મગનતા ધારુ જી

ચિદાનંદ ની ખોજ ને કાજે

સંયમ હું અવધારુ જી

Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :