Taru Dharyu Badhu Thay Chhe

(રચયિતા – પ.પૂ.ગણિવર્ય શ્રી ઉદયરત્ન મ.સ.)

તારું ધાર્યું બધું થાય છે,

મને આજે એ સમજાય છે

ના હું કોઇનો ગર્વ લહું,

તારા વિશ્વાસે જીવાય છે…

હું શાને કહું, કે આ મુજથી થયુ,

તારી કરુણા છે અનહદ, ને ફળ મેં લહ્યુ;

મારા મનમાં પ્રભુ, કોઈ શુભભાવના,

તે જગાડી છે ત્યારે, આ સઘળુ થયું.

તારા નામે બધું થાય છે,

લોકો મારા ગુણો ગાય છે.

ના હું કોઇનો ગર્વ લહું,

તારા વિશ્વાસે જીવાય છે

તારુ ધાર્યું…

હું સફળ થાઉં તો, એમાં તારી કૃપા,

તારા આશિષ પ્રગટ છે છતા યે છુપા;

હુ છકી ના જઉં, એ ખબર રાખજે,

કોઈ પણ રીતે સંભાળી લે શતરૂપા;

તારી કરુણા તો છલકાય છે,

આંખો મારી ભીની થાય છે.

ના હું કોઇનો ગર્વ લહું,

તારા વિશ્વાસે જીવાય છે

તારુ ધાર્યું…

મારું હૈયુ પ્રભુ, કરે ચિંતા ઘણી,

તમે સમજાવો એને હે ચિંતામણી;

વિતેલો સમય ભલે જેવો ગયો,

હવે રાખો ઉદય ને તમારો ગણી.

મારું અણગમતું કંઈ થાય છે,

એમાં મારું ભલું થાય છે.

ના હુ કોઇનો ગર્વ લઉ,

તારા વિશ્વાસે જીવાય છે

તારુ ધાર્યું…


Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :