Sahsavan
રાજુલની રાહ ને છોડી...
મુક્તિના માંડવે દોડી...
રાજુલની રાહ ને છોડી,
મુક્તિના માંડવે દોડી...
નવ-ભવ તણી પ્રીતિ ત્યજી,
ગિરનારે આવ્યા શ્રીનેમિ...
ઉચરે સુવ્રત સંયમના,
વિચરે તે વિરતી ઉપવનમાં...
કરી સાધના કેવળ વર્યા જે ભૂમિમાં...
સહસાવન... "નેમ સંયમ ઉપવન"
સહસાવન... " નેમ નું જ્યાં સાધના જીવન "
સહસાવન... " નેમ નું સમવસરણ "
સહસાવન......
આ ભૂમિ પર નેમજી વિચર્યા,
સંયમના મહાવ્રત જ્યાં ઉચર્યા...
મન: પર્યવ, કેવળને વરિયા
રાજીમતી રહનેમી જ્યાં તરિયા..
પોકાર સુણી પશુઓના,
સંસાર ત્યજી ક્ષણભરમાં...
બની કેવલી દિયે દેશના જે ભૂમિમાં...
સહસાવન... "નેમ સંયમ ઉપવન"
સહસાવન... " નેમ નું જ્યાં સાધના જીવન "
સહસાવન... " નેમ નું સમવસરણ "
સહસાવન......
સૃષ્ટી તણું સૌંદર્યનું દર્શન,
સત્વ ને શૌર્યનું છે જ્યાં સર્જન...
વ્રતને જ્ઞાનનું છે જ્યાં સંગમ,
નેમિ નામનું છે જ્યાં ગુંજન...
પગલાં પડ્યાં જ્યાં નેમિના,
ભાગ્ય ખુલ્યા જે ધરતીના...
ધબકી રહ્યા તુજ સ્પંદનો જે ભૂમિમાં...
સહસાવન... "નેમ સંયમ ઉપવન"
સહસાવન... " નેમ નું જ્યાં સાધના જીવન "
સહસાવન... " નેમ નું સમવસરણ "
સહસાવન......
રાજુલની રાહ ને છોડી,
મુક્તિના માંડવે દોડી...
નવ-ભવ તણી પ્રીતિ ત્યજી,
ગિરનારે આવ્યા શ્રીનેમિ...
ઉચરે સુવ્રત સંયમના,
વિચરે તે વિરતી ઉપવનમાં...
કરી સાધના કેવળ વર્યા જે ભૂમિમાં...
સહસાવન... "નેમ સંયમ ઉપવન"
સહસાવન... " નેમ નું જ્યાં સાધના જીવન "
સહસાવન... " નેમ નું સમવસરણ "
સહસાવન......
Singer/Lyrics/Composer :
Paras Gada
Music :
Hardik Pasad
Violin :
Ashutosh Sanghvi
Chorus Designing :
Jaydeep Bhai Swadia
Video :
Nagesh Bhai
Girnar Photo Credits :
Paras Shah